BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
ટી20 વર્લ્ડકપ : ભારત સામે મૅચ નહીં રમે પાકિસ્તાન, પરંતુ જો બંને 'ફાઇનલ'માં આવે તો શું થશે?
પાકિસ્તાન સરકારે પોતાની ક્રિકેટ ટીમને ટી20 વર્લ્ડકપમાં રમવાની મંજૂરી આપી છે, પરંતુ ટીમ ભારત સામે પોતાની મૅચ નહીં રમે.
અંડર-19 વર્લ્ડકપ : પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી આઉટ, ભારત સેમિફાઇનલમાં – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.
કચ્છ : છારી ઢંઢને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતું વેટલૅન્ડ જાહેર કરાયું, આ વિસ્તારની ખાસિયત શું છે?
સંયુક્ત રાષ્ટ્ર સંઘના નેજા હેઠળ કામ કરતી યુનેસ્કો સંસ્થા સાથે જોડાયેલી 'રામસર કન્વેન્શન' નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ કચ્છના બન્ની નામના ઘાસના મેદાનની કાંધીએ આવેલા છારી ઢંઢ નામના વિશાળ જળપ્લાવિત વિસ્તારને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતો જળપ્લાવિત વિસ્તાર જાહેર કર્યો છે. આ સાથે જ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા જળપ્લાવિત વિસ્તારોની સંખ્યા પાંચ થઈ ગઈ છે.
બજેટ 2026 : એક ઍલાનથી પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું શૅરબજાર, STT શું છે, જેમાં વધારાની જાહેરાતથી જ સેન્સેક્સ 1500 અંક ઘટ્યો?
બજેટ 2026-27 શૅરબજારને પસંદ આવ્યું નથી. શૅરબજાર કકડભૂસ થયું છે. બીએસઈનો સેન્સેક્સ 1547 અંક તૂટ્યો છે જ્યારે કે નિફ્ટીમાં 495 અંકનો ઘટાડો થયો છે. બજેટમાં એવી કઈ જાહેરાત થઈ જેને કારણે શૅરબજાર આટલું તૂટ્યું?
બજેટ 2026 : નાણામંત્રી સીતારમણે ગુજરાતને લગતી કઈ કઈ જાહેરાતો કરી?
બજેટ 2026 : કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે દેશના નાણાકીય ઇતિહાસમાં પહેલી વખત રવિવારે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ગુજરાત માટે શું હતું?
બજેટ 2026 : કૅન્સરની દવાઓથી લઈને લક્ઝરી ઘડિયાળ સુધી શું સસ્તું થશે, શેના ભાવ વધશે?
નાણામંત્રી નિર્મલા સીતારમણની બજેટ દરખાસ્તો મુજબ અમુક ચીજો સસ્તી થવાની છે જ્યારે કેટલીક ચીજો માટે ગ્રાહકોએ વધારે ખર્ચ કરવો પડશે.
બજેટ 2026ની મહત્ત્વપૂર્ણ જાહેરાતો : કૅન્સરની 17 દવાઓ સસ્તી થશે, ઇન્કમ ટૅક્સ માટે નિર્મલા સીતારમણે બજેટમાં શું એલાન કર્યું
સ્વતંત્ર ભારતના નાણાકીય ઇતિહાસમાં રવિવારે પહેલી વખત બજેટ રજૂ થઈ રહ્યું છે, જેના અનુસંધાને રવિવારે ભારતના શેરબજાર પણ કાર્યરત છે.
ઍપ્સ્ટીન ફાઇલ્સમાં વડા પ્રધાન મોદી સંબંધિત દાવા અંગે વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું, કૉંગ્રેસે સવાલ ઉઠાવ્યા
અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જાતીય ગુનાઓમાં દોષિત જેફ્રી ઍપ્સ્ટીન સંબંધિત લાખો નવી ફાઇલો રિલીઝ કરી છે. શુક્રવારે 30 લાખ પાનાં, એક લાખ 80 હજાર તસવીરો તથા બે હજાર વીડિયો સાર્વજનિક કરવામાં આવ્યાં છે.
ગોઠણને આજીવન અડીખમ કેવી રીતે રાખશો, ઘૂંટણ મજબૂત કરવા કઈ કસરતો જરૂરી છે?
ઘૂંટણને મજબૂત બનાવવાની કસરતો માટે સમય કાઢવો એ ખરેખર તો તમારા લાંબા ગાળાના સ્વાસ્થ્યમાં મૂલ્યવાન રોકાણ કરવા સમાન છે. પરંતુ જો આપણે આપણાં ઘૂંટણની તકલીફો પર ધ્યાન નહીં આપીશું તો તે નકામાં થઈ જશે.
શૉર્ટ વીડિયો
ભારત/વિદેશ
કેવું હતું મિંગ પરિવારનું 'માફિયા' સામ્રાજ્ય, ચીને શા માટે માટે આ કુટુંબના 11 લોકોને મૃત્યુદંડ આપ્યો?
મ્યાનમારના એક શહેર ઉપર ચાર પરિવારોનો કબજો હતો અને ત્યાં ડ્રગ્સ, દેહવ્યાપાર, ઑનલાઇન ઠગાઈ જેવા અનેક કાળા કામો થતાં હતાં.
બજેટ 2026 : ભારતની આઝાદીથી અત્યાર સુધીમાં બજેટોમાં કેવા કેવા ફેરફાર આવ્યા
1947માં ભારતનું પ્રથમ સામાન્ય બજેટ રજૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં ઘણા ફેરફારો થયા છે, સમય અને તારીખો બદલાઈ છે, કેટલાય મોટા સુધારા થયા છે અને નવા રેકૉર્ડ બન્યા છે.
સુનેત્રા પવાર મહારાષ્ટ્રનાં પ્રથમ ડેપ્યુટી મુખ્ય મંત્રી બન્યાં, બહુમતી હોવા છતાં ભાજપે આવું કેમ કર્યું?
સુનેત્રા પવાર મહારાષ્ટ્રમાં નાયબ મુખ્ય મંત્રીપદ સંભાળનાર પ્રથમ મહિલા બન્યાં. તેમને સાંજે પાંચ વાગ્યે મુંબઈના લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા. તેમને ઉપમુખ્ય મંત્રી બનાવવા પાછળ ભાજપની કઈ ગણતરી છે?
સોના અને ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, આવનારા દિવસોમાં માર્કેટમાં શું થશે?
સોના અને ચાંદીના ભાવ વધીને રેકૉર્ડ લેવલ પર પહોંચી ગયા પછી શુક્રવારે તેમાં મોટો કડાકો આવ્યો છે. 30 જાન્યુઆરીએ સોનાના ભાવમાં સીધો 12 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ 26 ટકા ઘટી ગયો હતો. પ્લેટિનમના ભાવમાં પણ 18 ટકાનો ઘટાડો આવ્યો હતો. આ અગાઉ નિરંતર તેજી ચાલતી હતી ત્યારે બંને મેટલના ભાવ વિક્રમજનક ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા.
મુંબઈના 'પહેલા ડૉન' કરીમલાલાની કહાણી, જેની મરજી વગર 'કોઈ ખિસ્સું પણ ન કાપી શકતું'
કરીમની ગૅંગમાં હીરો લાલા, બશરીન મામા, કરમખાન અને લાલખાન પણ સામેલ હતા. આ લોકો એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર કરીમ લાલા માટે પોતાનો જીવ પણ આપવા તૈયાર રહેતા હતા. તેનું સામ્રાજ્ય કેવું હતું?
અજિત પવારના વિમાનની દુર્ઘટનાને ટાળી શકાઈ હોત? પ્લેન લૅન્ડિંગની છેલ્લી આઠ મિનિટ શા માટે મહત્ત્વની હોય છે?
કોઈ પણ વિમાન માટે 11 મિનિટ ખૂબ જ મહત્ત્વની હોય છે. તેમાંથી ત્રણ મિનિટ ટેક-ઑફના સમયની અને આઠ મિનિટ લૅડિંગ સમયની. આને 'ક્રિટિકલ 11 મિનિટ્સ' કહેવામાં આવે છે.
અજિત પવારના વિમાને ક્રૅશ પહેલાં છેલ્લો મૅસેજ શું મોકલ્યો હતો?
બુધવારે સવારે બારામતી ઍરપૉર્ટ ખાતે લૅન્ડિંગ કરતી વેળાએ અજિત પવારનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં તેમના સહિત અન્ય ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં. ગુરુવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારની અંતિમ વિધિ બારામતીસ્થિત વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી.
સફેદ અને ગુલાબી ગોલ્ડ : સોનાની ગુણવત્તા તથા કિંમત નક્કી આ રીતે નક્કી થાય
તાજેતરના મહિનાઓમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેથી લોકોમાં મિશ્ર લાગણી સર્જાઈ રહી છે. એ ઉપરાંત સોનાના ઘરેણાંની ગુણવત્તા નિર્ધારિત કરવા માટે ઉપયોગમાં લેવાતા માપ કૅરેટ તથા તેને માપવાની પદ્ધતિ બાબતે પણ શંકાનું વાતાવરણ સર્જાયું છે. સોનું પીળા ઉપરાંત ગુલાબી અને સફેદ સહિતના રંગોમાં પણ આજે ઉપલબ્ધ છે. તેના મૂળ બાબતે સવાલ થવો સ્વાભાવિક છે.
ભારતનાં સાત ગામોએ સાથે મળીને જ્યારે એક અલગ દેશ રચી કાઢ્યો
વર્તમાન સમયમાં ભારત ગણતંત્રમાં સામેલ આ નાનું નગર નિરાળું એ રીતે છે કે, એક સમયે તે પરિતલા ગણતંત્ર (રિપબ્લિક ઓફ પરિતલા) હતું.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ





























































